વાંકાનેરમાં પેસેન્જરોને જોખમી રીતે બેસાડીને લઈ જતા ત્રણ વાહનચાલકો સામે કાર્યવાહી

- text


વાંકાનેર : વાહન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં વાંકાનેરમાં જોખમી રીતે વાહનોમા પેસેન્જરો બેસાડીને લઈ જતા ત્રણ વાહનચાલકો સામે પોલીસે કાયદેસરન કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સિટી પોલીસ વિવિધ રોડ- રસ્તા ઉપર વોચ રાખી વાહન ચેકીંગ કરી રહી હોય આ દરમિયાન જોખમી રીતે ખચોખચ મોટી સંખ્યામાં માણસો બેસેલ 3 વાહનો મળી આવતા ત્રણેય વાહન ચાલકો વિરુધ્ધ આઈ.પી.સી તેમજ મોટરવ્હીકલ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે વાહનચાલકો વેસ્તા ધુમસિંહ દેવકીયા રહે. છોટી ફાટક તા ભાબરા જી.અલીરાજપુર (એમપી), માનસિંગ નુરલા ડાવર ઉ.વ.૩૧ રહે. બોકડીયા તા.ચાંદપુર(એમપી) અને જીતેન્દ્ર દરીયાવસિંગ માવડા ઉ.વ.૨૫ રહે. કાલીખેતા તા.જોબટ (એમપી)વાળાને પકડી પાડવામાં આવ્યા હતા.

- text

આ કામગીરીમાં પોલીસ ઇનપેક્ટર વી.પી.ગોલ, પો.હેડ કોન્સ. ભોજરાજસિંહ ઝાલા, ઘનશ્યામભાઈ બાર તેમજ વાંકાનેર સીટી પો.સ્ટે સર્વેલન્સ સ્ટાફના માણસો જોડાયેલ હતા.

- text