મોરબીમાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ

- text


લીલાપર આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાયો

તાલુકા કક્ષાએ જન જાગૃતિ રેલીનું પણ આયોજન કરાયું

મોરબી : સમગ્ર વિશ્વમાં દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day)ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા દવે અને જિલ્લા એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરિયાની સૂચનાથી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપરના મેડિકલ ઓફિસર ડો. હિરલ સનારીયાના માર્ગદર્શન હેઠળ આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર લીલાપર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે લઘુ શિબિરનું આયોજન કરી લોકોને તમાકુના સેવનથી થતી તકલીફો અને રોગો વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તેમજ તમાકુને લીધે થતા કેન્સરની ગંભીર બીમારી વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને તમાકુનું સેવન ન કરવા અને પોતાના પરિવારજનોને પણ તમાકુનું સેવન ન કરવા દેવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ તકે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો. હિરલ ઓઝા તેમજ સ્ત્રી આરોગ્ય કાર્યકર પૂનમબેન અપારનાથી, પુરુષ આરોગ્ય કાર્યકર અર્જુન પરમાર તેમજ લીલાપર ગામની આશા બહેનો દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીમાં ભારે જહેમત ઉઠાવી લોક જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.


હળવદમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવેની સૂચના અન્વયે આજે તારીખ 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત હળવદ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચિંતન દોશીના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાએ જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેલી થકી લોકોને વ્યસન મુક્ત રહેવા તથા ધુમ્રપાન કરવાથી થતા આરોગ્યના જોખમ વિશે લોકહિત સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ TMPHS બસિયાભાઈ દ્વારા તાલુકા હેલ્થ કચેરીએ ખાતે ફરજ બજાવતા સ્ટાફને વ્યસનમુક્ત રહેવા માટે શપથ લેવડાવામાં આવ્યા હતા, વધુમા આ તકે ડૉ. ચિંતન દોશી દ્વારા જન હિતમાં વ્યસમુક્તિ અંગે સંદેશો આપવામાં આવ્યો હતો. તેમજ વ્યસન છોડવા માટે હેલ્પ લાઈન નંબર 1800112356 નો ઉપયોગ કરવા જણાવાયું હતું.

- text


- text