બગથળાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ

- text


શિબિરમાં તમાકુના સેવનથી થતી તકલીફો અને રોગો વિશે વિસ્તૃત માહિતી અપાઈ

મોરબી : સમગ્ર વિશ્વમાં દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day)ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના મેડિકલ ઓફિસર ડો. હિરેન પી વાસદડીયા માર્ગદર્શન હેઠળ આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર બગથળાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

- text

આ ઉજવણી અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે લઘુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને તમાકુના સેવનથી થતી તકલીફો અને રોગો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ તમાકુને લીધે થતા કેન્સરની ગંભીર બીમારી વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તમાકુનું સેવન ન કરવા અને પોતાના પરિવારજનોને પણ તમાકુનું સેવન ન કરવા દેવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

- text