કેરળમાં ચોમાસાની એન્ટ્રી: ગુજરાતમાં આ તારીખે પ્રવેશ કરશે ચોમાસુ

- text


મોરબી: ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો વિધિવત્ત પ્રવેશ થઇ ચુક્યો છે. કેરળમાં ચોમાસું પહોંચી ગયું છે. સામાન્ય કરતા કેરળમાં એક દિવસ વહેલુ ચોમાસુ આવ્યું છે. ખેડૂતો માટે ખુશ ખબર છે.હવામાન વિભાગે 31 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચશે તેવી આગાહી કરી હતી. સ્કાયમેટે 1 જૂનના રોજ કેરળમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી. જો કે, કેરળમાં 30મેના રોજ ચોમાસાનું આગમન થઈ ગયું છે. કેરળની સાથે સાથે પૂર્વોત્તર ભારતમાં પણ ચોમાસું સક્રિય થયું છે.

ગુજરાતમાં ચોમાસાની વાત કરીએ તો, ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 10 જૂન છે. 10 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળમાં ચોમાસાએ પ્રવેશ કર્યા બાદ વરસાદ હવે પૂર્વોત્તરના અમુક ભાગમાં વધી રહ્યો છે. હવામાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશથી પસાર થયેલા વાવાઝોડા રેમલે મોનસૂનની આગમી પરિસ્થિતિ અનુકૂળ બનાવી દીધી છે.કેરળમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા દેખાઈ રહી છે.

- text

દેશમાં ચોમાસા અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શક્યતા છે. સરેરાશ 108 ટકા સુધી વરસાદ પડી શકે છે. જેમાં મધ્ય ભારત, દક્ષિણ ભારતના રાજ્યમાં વધુ વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર અસર થઈ છે. જલ્દી વરસાદ આવવાથી રાજસ્થાન, ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળશે. બંને રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમી ઘટશે. વધારે વરસાદથી અર્થતંત્રને વેગ મળવાની ધારણા છે.

- text