મોરબીના જાંબુડિયા ગામે યુવક – યુવતીઓ તળાવમાં ન્હાવા ગયા બાદ એકનું મોત

- text


મચ્છુ – ૩ ડેમમાં ન્હાવા પડેલા યુવનના મૃત્યુ બાદ ઓળખ થઈ

મોરબી : મોરબીના જાંબુડિયા ગામની સીમમાં તળાવમાં ડૂબી ગયેલા યુવાન તેમજ મચ્છુ – 3 ડેમમાં આરટીઓ નજીક ન્હાવા જતા ડૂબી ગયેલા યુવકના મૃત્યુ મામલે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.28ના સાંજના સમયે જાંબુડિયા ગામની સીમમાં તળાવમાં ચાર યુવક યુવતીઓ ન્હાવા જતા ડૂબી જતાં તુકાઈ ઉર્ફે ટોકિયો નામના યુવાનની તળાવના ઊંડા પાણીમાં ગરક થતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

જ્યારે ગત તા.24ના રોજ મોરબી આરટીઓ નજીક મચ્છુ -3 ડેમના પાણીમાં ન્હાવા પડતા મૂળ વાઘપર પીલુડી ગામના રહેવાસી અને હાલમાં રખડતું ભટકતું જીવન જીવતા દિલીપભાઈ નરસીભાઈ પટેલ ઉ.47નું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text