મોરબી : વજેપરના સરકારી ખરાબાની જમીન પર દબાણ દૂર કરાવવા કલેકટરને રજૂઆત 

- text


ગેરકાયદેસર દબાણ દૂર કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે કરી માંગ

મોરબી : મોરબી જીલ્લામાં સરકારી ખરાબાની જમીન પર દબાણ દૂર કરવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા મોરબી જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જિલ્લા તથા તાલુકાના મોજે-વજેપુર ગામના રેવન્યુ સર્વે નં. 1116 ઉપર સરકારી ખરાબાની જગ્યા આવેલી છે. આ જગ્યા પર પાર્ટી પ્લોટનું ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ કરવામાં આવ્યું છે અને પ્રસંગોપાત ભાડે આપવામાં આવે છે.

સરકારી ખરાબાની જગ્યામાં વર્ષોથી આવું જમીન કૌભાંડ આચરવામાં આવતું હોવા છતાં કેમ તંત્ર કેમ કોઈ પગલાં લેતું નથી ? તેમજ આ પાર્ટી પ્લોટ કોની મીઠી નજર હેઠળ ચલાવવામાં આવે છે ? વગેરે જેવા પ્રશ્નો રજુઆતમાં કરવામાં આવ્યા હતા.

- text

વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ જાતની મંજૂરી કે પરવાનગી વિના હજારોની સંખ્યામાં કોઈ પણ પ્રકારની સલામતી વગર પ્રસંગો યોજવામાં આવતા હોય છે. તાજેતરમાં રાજકોટના ગેમઝોનમાં બનેલી દુર્ઘટનામાં અનેક લોકોની જિંદગી હોમાઈ છે. તેવી જ રીતે આ ગેરકાયદેસર દબાણ કરી પરવાનગી વગર કોઈ પણ જાતની સલામતી વગર દુર્ઘટના બંને તો જવાબદાર કોન ? વગેરે પ્રશ્નો કરી આ રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી ગેરકાયદેસર દબાણ દૂર કરાવવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે.

- text