હળવદ પોલીસે છ લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા

- text


હળવદ : બાતમીનાં આધારે મોરબી જિલ્લાની હળવદ પોલીસે હળવદના જૂના દેવળીયા ગામે ઘાંચીવાળી શેરીમાં નારણભાઈ રબારીની ઘરની બહાર સ્ટ્રીટ લાઇટમાં જુગાર રમતા 6 લોકોને પકડી પડ્યા છે.

- text

જેમાં 3 ગંજી પત્તા અને કુલ રૂપિયા 17,100ની રોકડ મુદ્દામાલ કબ્જે કરી આરોપી સંજયભાઈ ચરમારી (ઉ.વ. 27), દિનેશભાઇ ભીમાણી (ઉ.વ. 36), જયેશભાઇ જોશી (ઉ.વ.62), છનાભાઈ કીડીયા (ઉ.વ.32), યોગેશભાઈ શિશા (ઉ.વ. 23) અને જગદીશભાઈ શિશા (ઉ.વ.40)ની ધરપકડ કરીને ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text