ટંકારાના ખાખરા ગામે જુગાર રમતા છ ઝડપાયા

- text


ટંકારા : ટંકારાના ખાખરા ગામની સિમે પોલીસે દરોડો પાડીને છ શખ્સોને જુગાર રમતા પકડી પાડ્યા છે. આ સાથે પોલીસે રૂ. ૬૬,૫૦૦ની રોકડ પકડી પાડી જુગાર રમતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસે બાતમીના આધારે ખાખરા ગામની સીમમા પાટીવાળી વાડી તરીકે ઓળખાતી દક્ષભાઈ બીજલભાઇ રાઠોડની વાડીની બાજુમાં જાહેરમા જુગાર રમતા જયેશભાઇ હીરાભાઇ પેઢડીયા રહે.થોરીયાળી તા. પડધરી, દક્ષભાઈ બીજલભાઈ રાઠોડ ઉ.વ.૨૫ ધંધો-ખેતી રહે.ખાખરા તા.ટંકારા, લખમણભાઇ બાબુભાઇ ગોખરા ઉ.વ.૩૪ રહે. આણંદનગર, વિજયભાઇ સવસીભાઇ રાઠોડ ઉ.વ.૪૦ રહે.ખાખરા તા. ટંકારા, રાણછોડભાઇ રવજીભાઈ પીપળીયા ઉ.વ.૬૪ રહે લતીપર ગામ તા.ધ્રોલ, લક્ષ્મણભાઇ વાઘજીભાઇ માકાસણા ઉ.વ.૬૬ રહે.મોરબી ઘુનડા રોડવાળાને રોકડા રૂ.૬૬૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. એમ.જે.ધાધલ, એ.એસ.આઇ. ઇમ્તીયાઝભાઇ ટી. જામ, પો.કોન્સ. સાગરકુમાર ડી. કુરીયા, જગદીભાઇ એચ. ધરજીયા સહિતના રોકાયેલ હતા.

- text