16 જૂને મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્રના બીજા સંકુલનું ઉદઘાટન

- text


મોરબી : મોરબીના લક્ષ્મીનગર ખાતે મોરબી-માળીયા હાઈવે પર આર્યવર્ત શૈક્ષણિક સંકુલની બાજુમાં નિર્માણ પામેલા ડો. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્રના બીજા સંકુલનો આનંદ ઉદધિ ઉદઘાટન મહોત્સવ આગામી તા.16 જૂને યોજાશે.

તારીખ 16 જૂન ને રવિવારના રોજ પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્ર સંકુલ-2ના ઉદઘાટન સમારોહની શરૂઆત થશે. ઉદઘાટન કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરવામાં આવશે. સાથે જ અંધબાળાઓ દ્વારા અદભુત કૃતિઓ રજૂ કરવામાં આવશે. બપોરે 12-45 કલાકે ભોજન સમારંભનું પણ આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વિવિધ સંતો-મહંતો, રાજકીય-સામાજિક આગેવાનો સહિતના મહેમાનો હાજરી આપશે.

- text

મહત્વનું છે કે, મોરબીના લક્ષ્મીનગર ખાતે નિર્માણ પામેલા ડો. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્રમાં પ્રજ્ઞાચક્ષુઓને આશ્રય, આનંદ અને રોજગારી આપવામાં આવશે. અહીંયા 32 ફ્લેટ, એક અંધ મહિલા ઉદ્યોગ ગૃહ તથા એક કાર્યાલયનું નિર્માણ થઈ ચુક્યુ છે. આ સંકુલના નિર્માણથી આશરે 110 પ્રજ્ઞાચક્ષુ પરિવારોને આશરો મળશે એટલે કે આશરે 400 સભ્યોને આશરો મળે તેવી ધારણા છે.

- text