મોરબીમાં ફાયર NOC વગરની હોસ્પિટલોને ધડાધડ સિલ કરતું તંત્ર 

- text


એક હોસ્પિટલ અને એક લેબ સિલ : અમૃતમ હોસ્પિટલ અને પરમેશ્વર પ્લાઝાની ચાર જેટલી હોસ્પિટલમાં દર્દીઓને રજા મળ્યા બાદ સિલ મારી દેવાશે

મોરબી : મોરબીમાં ફાયર સેફટીને લઈને સ્થાનિક તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં આજે ફાયરસેફટીનું ધ્યાન રાખવામાં આવ્યું ન હોય તેવી હોસ્પિટલોને તંત્ર દ્વારા ધડાધડ સિલ મારવામાં આવી રહ્યા છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં મોતનું તાંડવ સર્જાયા બાદ ઉપરથી આદેશો છુટતા ફાયર સેફટીને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે ફાયર ટિમ અને બે બીજી ટિમો દ્વારા 15 હોસ્પિટલમાં ચેકીંગ કરી 9ને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે આજે ફરી 25 હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી 20 હોસ્પિટલને નોટિસ અપાઈ છે.

આ દરમિયાન કાન, નાક અને ગળાની ઓમ હોસ્પિટલ અને એબીઓ પેથોલોજી લેબમાં ફાયર એનઓસી ન હોય બન્નેને સિલ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અમૃતમ હોસ્પિટલમાં દર્દી દાખલ હોય ઓપીડી ન યોજવાની બાહેંધરી લેવામાં આવી છે. આવી જ રીતે પરમેશ્વર પ્લાઝા ચારેક તબીબોની હોસ્પિટલમાં પેશન્ટ હોય તેને પણ ઓપીડી ન યોજવાની સૂચના અપાઈ છે. બાદમાં આ બન્ને સ્થળોને સિલ મારી દેવામાં આવનાર છે.આ કામગીરીમાં સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ફાયરની ટિમ રોકાયેલ હતી.

- text

- text