હળવદ નગરપાલિકા દ્વારા ફાયર સેફટીની ચકાસણી માટે વિવિધ ટીમો બનાવાઈ

- text


કમીટી દ્વારા ગુજરાત ટાઉન પ્લાનિંગ એકટ 1976 અને CGDCR મુજબ યોગ્ય પગલાં લઇ અને સિલીંગની કામગીરી કરવામાં આવશે

હળવદ : હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવતા ગેમ ઝોન, હોસ્પિટલ, બિલ્ડીંગ, ટ્યુશન કલાસીસ, મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, હાઇરાઇસ બિલ્ડીંગ, સિનેમા હોલ, ધાર્મિક સ્થળ, વોટર પાર્ક, તથા અન્ય જાહેર સ્થળ કે જ્યાં પબ્લીક ભેગી થતી હોય તે વિસ્તારમાં ફાયર સેફટીની ચકાસણી માટે કમિટીની રચના કરવામાં આવી છે.

આ કમિટીમાં ચીફ ઓફિસર, ફાયર ઓફિસર, મ્યુનિસિપલ ઈજનેર, વીજ વિતરણ કંપનીના અધિકારી, મહેસુલ અધિકારી, સિટીના પોલીસ અધિકારી, સ્ટ્રક્ચર / મિકેનિકલ એન્જિનિયરને સામેલ કરવામાં આવ્યા છે.

- text

આ કમિટીએ તારીખ 18 જૂન સુધીમાં હોસ્પિટલ, ટ્યુશન કલાસીસ, મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, હાઇરાઇસ બિલ્ડીંગ, સિનેમા હોલ, સ્કૂલ કોલેજ, ધાર્મિક સ્થળ તથા અન્ય પબ્લિક પ્લેસ જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં ફાયર NOC તેમજ બિલ્ડીંગ ઉપયોગ અનુસાર તથા ગુજરાત ટાઉન પ્લાનિંગ એકટ 1976 અને CGDCR મુજબ યોગ્ય પગલાં લઇ અને સિલીંગની કામગીરી કરવાની રહેશે. તેમજ આ ચકાસણીનો દૈનિક રિપોર્ટ તૈયાર કરી હળવદ નગરપાલિકા કચેરીએ મોકલવા હળવદ નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું છે.

NOC વગરના બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી મામલે પાલિકાએ ફટકારી નોટિસ

હળવદ પાલિકાએ વિવિધ ટીમોને બહુમાળી બિલ્ડિંગોમાં ચેકીંગ હાથ ધર્યું છે અને ફાયર સુવિધા વગરની બિલ્ડિંગોને નોટિસો આપવામાં આવી રહી છે. જેમાં હળવદના શરણેશ્વર મંદિર રોડ પર શરણેશ્વર સોસાયટીમાં આવેલા શિવાલિક એપોર્ટમેન્ટને હળવદ નગરપાલિકાએ ફાયર સેફ્ટી મામલે નોટિસ ફટકારી છે.

- text