રોહીદાસપરામાં મફત મેડિકલ કેમ્પ, રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી: લાખાભાઈ છગનભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ- મોરબી દ્વારા મોરબીના રોહિદાસપરામાં નિ:શુલ્ક મેડિકલ કેમ્પ તેમજ રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેડિકલ કેમ્પમાં ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડો.ધર્મેશ ઝાલાધરા તથા મેડિસીન વિભાગના ડો.ઉમેશ ગોધવીયા, બાળકોના રોગ વિભાગના ડો.અક્ષય જાકાસણીયાએ નિ:શુલ્ક સેવા આપી હતી.

આ કેમ્પમાં 90 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ 250 થી વધુ વૃક્ષોનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text