ગેમઝોન અગ્નિકાંડમાં રાજકોટ મહાપાલિકાના ચાર અધિકારીઓની ધરપકડ

- text


ટાઉન પ્લાનર, ઈજનેર અને ફાયર ઓફિસર ઝપટે

રાજકોટ : શનિવારે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં ધડાધડ આકરા પગલાં લેવાઈ રહ્યા છે જેમાં ગઈકાલથી થઈ રહેલી સઘન પૂછપરછના અંતે રાજકોટ મહાપાલિકાના ટાઉન પ્લાનર સહિત 4 અધિકારીઓનો ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ પોલીસે આકરું પગલું લઈ ગઈકાલથી મહાપાલિકાના ટાઉન પ્લાનર સાગઠિયા, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણા, ગૌતમ જોશી અને ફાયર ઓફિસર ગૌતમ વિગોરાની આકરી પૂછપરછના અંતે આજે ગુરુવારે પોલીસે ચારેય અધિકારીઓની વિધિવત ધરપકડ કરી છે અને હવે પીએસઆઇ સહિતના અધિકારીઓ ઉપર પણ ગાળિયો કસાઈ તેવા નિર્દેશ મળી રહ્યા છે.

- text

- text