સામાકાંઠાનાં માળીયા વનાળીયા વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવા કોંગ્રેસની માંગ

- text


શહેર કોંગ્રેસ પ્રમુખે લેખિત રજૂઆત કરી

મોરબી : મોરબી શહેરની પાણી પુરવઠા યોજના નંબર-2 નજરબાગમાં માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિનગર સોસાયટી, ઉમિયાનગર જેવા વિસ્તારોમાં પીવાના પાણીની પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.

- text

પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિનગર સોસાયટી, ઉમિયાનગર જેવા વિસ્તારોમાં તંત્રની બેદરકારીના કારણે પીવાનું પાણી નથી મળી રહ્યું. આ વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન નાખી કનેક્શનો આપવામાં આવ્યા છે પરંતુ વાલ્વનો મુખ્ય પ્રશ્ન હોવાથી લોકોને પાણી મળતું નથી. જેના કારણે આ ગરમીમાં લોકો પાણી વિના મુશ્કેલીમાં મૂકાયા છે. જેથી નજરબાગ સંપથી આ વિસ્તારની પાઈપલાઈનનો વાલ્વ નિયમિત ખોલવામાં આવે તો લોકોને પાણી મળી શકે તેમ છે. તેથી તાત્કાલિક આ પાણીના પ્રશ્નનો હલ કરવામાં આવે. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નાછૂટકે જન આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ જણાવાયું છે.

- text