ધો.12 વિજ્ઞાન પ્રવાહ ઉત્તરવહી અવલોકનની પ્રક્રિયા 6 થી 8 જૂન દરમ્યાન થશે

- text


ઉત્તરવહી અવલોકન માટે 30મીના ઓનલાઇન કોલલેટર મેળવી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ-માર્ચ 2024ની ઉત્તરવહી નું રૂબરૂ અવલોકન કરવા ઉપસ્થિત રહેવા માટે ઓનલોઇન રજીસ્ટ્રેશન ની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ, ઉત્તરવાહીના રૂબરૂ અવલોકન માટે જે વિદ્યાર્થીઓએ અરજી કરેલી હોઈ તેમના ઉત્તરવહી અવલોકનની પ્રક્રિયા તારીખ 6 જૂનથી 8 જૂન સુધી રાખવામાં આવેલી છે.

ઉત્તરવહી અવલોકનમાં ઉપસ્થિત રહેવા માટે અરજી કરનાર ઉમેદવારે સમય, સ્થળ અને તારીખ જેવી વિગતો દર્શાવતો કોલલેટર બોર્ડની વેબસાઈટ sci.gseb.org અથવા gseb.org પર પોતાના બેઠક નંબર તથા અરજી કરતા સમય રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર એન્ટર કરી તારીખ 30 મેથી ઓનલાઇન મેળવી શકશે.

- text

કોઈપણ ઉમેદવારને અવલોકન માટેનો કોલલેટર ટપાલ દ્વારા મોકલવામાં આવશે નહીં. ઉત્તરવહી અવલોકન માટે ઉમેદવારે વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલો કોલલેટર, પ્રવેશપત્ર (હોલિટિકિટ), ગુણનપત્ર/પ્રમાણપત્રની નકલ અને અવલોકન માટે ફી ભર્યાની રસીદ સાથે ઉપસ્થિત રહેવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text