આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

- text


વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવી

મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.જે દવેની સુચના અન્વયે આજ રોજ તારીખ 30મીના આયુષમાન આરોગ્ય મંદીર ખરેડા ખાતે તાલુકા હેલ્થ ઓફિસ મોરબી ના ટી.એચ.ઓ. ડો.રાહુલ કોટડીયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરેડાના મેડિકલ ઓફિસર ડો.હિરેન વાસદડીયાના‌ માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચિત્ર સ્પર્ધામાં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોર્યા હતા, ત્યારબાદ ખરેડા પી.એચ.સી.ના સુપરવાઈઝર સંજય હમિરપરા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવી હતી.

- text

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે નાસ્તોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અંતે પ્રવચન આપી આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

- text