મોરબીમાં ફેકટરી એકટના કાયદાનો કડક અમલ કરાવવા સિલિકોસિસ પીડિત સંઘની માંગ

- text


મોરબી : સિલિકોસિસ પીડિત સંધ- મોરબી દ્વારા મોરબી જિલ્લાના મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગના અધિકારીઓને મોરબીમાં ફેકટરી એકટના કાયદાનું પાલન કરાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનમાં જણાવાયું હતું કે મોરબીમાં હાલ 55થી વધુ સિલિકોસિસના દર્દીઓ છે પરંતુ કોઈ પાસે કારખાનામાં કામ કર્યો હોય એવો કોઈ પુરાવો નથી, જેના કારણે વળતરનો દાવો કરી શકતા નથી. તેમજ મજૂરોની સુરક્ષા અને સલામતી માટે અનેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને તેના પાલન પર દેખરેખ માટે તંત્રની વ્યવસ્થા કરવામાં આવી છે અને તે તંત્ર નીભાવવા પાછળ ટેક્સ ચુકવનારા નાગરીકોના નાણાં વપરાય છે. પરંતુ મોરબીમાં ફેકટરી એકટના કાયદાનું યોગ્ય રીતે પાલન ન થતું હોવાનું જણાવી. આ બાબતે જવાબદાર તંત્ર તાકીદે યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.

- text

સંઘ દ્વારા વધુમાં જણાવ્યું છે કે મજૂરોની સુરક્ષા અને સલામતી માટે જો કાયદાનું યોગ્ય પાલન થતું હોત તો સીલિકોસિસનાં 55 દર્દી પૈકી એક પણ પાસે કેમ કોઈ કારખાના દ્વારા આપેલ આઈ.ડી. કાર્ડ નથી ? કેમ સામાજિક સુરક્ષાના કાયદા હેઠળ મળવા પાત્ર લાભ મજૂરોને મળતા નથી ? તેવા સવાલો ઉઠાવી સિલિકોસિસ પીડીત સંધ- મોરબીના પ્રમુખ મહેશ મકાવાણાએ ઉગ્ર શબ્દોમાં પોતાની વેદના રજૂ કરતા જણાવ્યું હતું કે ઘરના મુખ્ય કમાવનાર વ્યક્તિ સિલિકોસિસના ભોગ બનતા, પરિવાર પોતાનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલ થતું હોય તાકીદે ન્યાય અપાવવાની માંગણી કરી છે.

- text