મોરબીનું ગૌરવ : ડો.ભાડેશિયાનો ‘સરહદની સફરે’ લેખ ધો.7ના પાઠ્યપુસ્તકમાં સમાવાયો

- text


મોરબી : RSSના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક અને મોરબીના જાણીતા અગ્રણી એવા ડો. જયંતિભાઇ ભાડેશિયાના પત્ની ડો. પૂર્ણિમાબેન ભાડેસીયાએ લખેલ ‘સરહદની સફરે’ (તવાંગ યાત્રા) લેખને ધો.7ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં એક પાઠ તરીકે સામેલ કરવામાં આવ્યો છે.

ડો. જયંતિભાઇ ભાડેસિયા અને ડૉ. પૂર્ણિમાબેન ભાડેસિયા નવેમ્બર 2018માં ભારત તિબેટ સહયોગ મંચ દ્વારા આયોજિત તવાંગ યાત્રા (અરુણાચલ)માં ભારતના વિવિધ ભાગોમાંથી અન્ય ઘણા લોકો સાથે ગયા હતા.

આ યાત્રા પરનો લેખ ડો. પૂર્ણિમાબેન ભાડેસીયાએ લખ્યો હતો અને બે સામયિકોમાં પ્રકાશિત થયો હતો. આ વર્ષે ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળે ધોરણ 7 નું નવું ગુજરાતી ભાષાનું પાઠ્ય પુસ્તક બનાવ્યું, આ પુસ્તકમાં આ વિષયને એક પાઠ તરીકે લેવામાં આવ્યો છે. આ રીતે આ વિષય લાખો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સુધી પહોંચશે. ભારતમાં રહેલી વિવિધતામાં એકતા અને સંપૂર્ણ ભારતને જાણવા માણવા તથા એકત્વની અનુભૂતિ કરાવવામા મદદરુપ થશે. આપણી માતૃભાષાને લગતી ઘણી બાબતોને પ્રોત્સાહિત કરવા માટે આ લેખ વાતચીત સંવાદ કરવાની સરળ રીતમાં બદલવામાં આવ્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text