ઘુંટુ ઔદ્યોગિક સબ ડિવિઝન હેઠળના અમુક વિસ્તારોમાં કાલે ગુરુવારે વીજકાપ

- text


મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ કચેરી હેઠળ આવતીકાલે તા. ૩૦ના રોજ વિવિધ વિસ્તારોમાં વીજપુરવઠો રોડ વાઇડનિંગની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે.

- text

લક્ષગેસ ઇન્ડ., સેકુરા ઈન્ડ તથા મધુવન ખેતીવાડી ફીડર સવારે ૦૮:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર, ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.

- text