મોરબીમાં ફાયર NOC અને BU વગરની 9ને હોસ્પિટલોને ફટકારાય નોટિસ

- text


ખાસ ટિમ દ્વારા 14 હોસ્પિટલોમા હાથ ધરાયુ ચેકીંગ : નોટિસ અપાઈ તે હોસ્પિટલોનો 2 દિવસમાં જવાબ લઈ સરકારમાં મોકલાશે 

મોરબી : રાજકોટના અગ્નિકાંડ બાદ ઉપરથી છૂટેલા આદેશને પગલે મોરબીમાં આજે ખાસ ટીમો દ્વારા ચેકીંગ કરી ફાયર NOC અને BU વગરની 9 હોસ્પિટલોને નોટિસ ફટકારી 2 દિવસમાં જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે. જેનો સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે.

રાજકોટ ઝોનની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર સ્વનિલ ખરેના આદેશથી મોરબીમાં ચીફ ઓફિસર ઓફિસરના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના થઈ છે. જેમાં સભ્ય તરીકે ફાયર ઓફિસર, મ્યુનીસીપલ ઇજનેર, વીજ વિતરણ કંપનીના અધિકારી, મહેસુલી અધીકારી, સિટીના પોલીસ અધીકારી, સ્ટ્રકચરલ/ મીકેનીકલ એન્જીનીયર સામેલ રહેશે.

- text

આ કમિટીની સૂચનાથી વિવિધ ટીમોએ આજે મોરબીની 14 જેટલી હોસ્પિટલોમા ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાંથી 9 હોસ્પિટલોમાં ફાયર NOC અને BU ન હોવાનું ધ્યાને આવ્યું હતું. આ હોસ્પિટલ હોય દર્દીઓને પણ ધ્યાને લઈને આ હોસ્પિટલોને નોટિસ આપી 2 દિવસમાં જવાબ આપવાનો આદેશ અપાયો છે. આ હોસ્પિટલો જે જવાબ રજૂ કરશે. તેનો અહેવાલ સરકારમાં મોકલવામાં આવશે. બાદમાં સરકારની સૂચના મુજબ સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા હોસ્પિટલોમાં ૩૧મે સુધી, ટ્યુશન કલાસીસોમા ૧ જુનથી ૩ જૂન સુધી, મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષમાં ૪ જૂનથી ૬ જૂન સુધી, હાઇરાઈઝ બિલ્ડિંગોમાં ૭ જૂનથી ૯ જૂન સુધી, સિનેમા હોલોમાં ૧૦ જૂનથી ૧૧ જૂન સુધી, સ્કુલ -કોલેજોમાં ૧૨ જૂન થી ૧૪ જૂન સુધી, ધાર્મિક સ્થળોમાં ૧૫ જૂનથી ૧૬ જૂન સુધી પબ્લિક પ્લેસ જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં ૧૭ જુનથી ૧૮ જૂન સુધી ચેકીંગ ઝુંબેશ ચલાવશે.

- text