Morbi : રીક્ષા ચાલકે મૂળ માલીકને પાકિટ પરત કરી ઈમાનદારી દાખવી

- text


પાકિટમાં 6 હજાર રોકડ અને ATM CARD પણ હતું

મોરબી: મોરબીમાં ગત તારીખ 5-5-2024ના રોજ નરશીભાઈ ભીખાભાઈ વરણની રીક્ષામાં સવાર મહિલાનું પાકિટ પડી ગયું હતું. તે આ પાકિટ મૂળ માલિકને પરત કરી નરશીભાઈએ ઈમાનદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text

સમગ્ર વિગત અનુસાર, તારીખ 5-5-2024ના રોજ નરશીભાઈ ભીખાભાઈ વરણની રીક્ષામાં સવાર મહિલાનું પાકિટ પડી ગયું હતું. આ પાકિટમાં ATM CARD અને રૂપિયા 6 હજાર રોકડા હતા. આ પાકિટ રોહિતભાઈ ગણવાના પત્નીનું હોવાની જાણ થતાં રીક્ષા ચાલકે ફ્લેટમાં પૂછપરછ કરી હતી. આ દરમ્યાન રોહિતભાઈ ગ્રાઉન્ડમાં હોવાથી તેમની સાથે વાતચીત થઈ હતી. તે દરમ્યાન રોહિતભાઈને પૂછપરછ કરતા આ પાકિટ તેમની પત્નીનું હોવાની ખાતરી થતા નરશીભાઈએ તેમને 6 હજાર રોકડ અને ATM કાર્ડ સહિતનું પાકિટ પરત કર્યું હતું.

- text