મોરબીના ચકચારી મુસ્તાક મીર હત્યા કેસમાં હિતુભા ઝાલા સહિત ચાર આરોપીનો નિર્દોષ છુટકારો

- text


આઠ કલાક મોડી ફરિયાદ, એકથી વધુ હથિયારના ઉપયોગ સહિતની દલીલો બાદ આરોપીઓને શંકાનો લાભ આપી છુટકારો

મોરબી : મોરબીના અતિ ચકચારી મુસ્તાક મીર હત્યા કેસમાં આજે બુધવારે કોર્ટે ચાર આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા આદેશ આપ્યો હતો. આ કેસમાં આરોપી પક્ષે આઠ કલાક મોડી ફરિયાદ દાખલ કરવાની સાથે બેલેસ્ટિક એક્સપોર્ટ રિપોર્ટ અને જુદા જુદા જજમેન્ટને ટાકી દલીલો કરવામાં આવતા બચાવપક્ષની દલીલો માન્ય રાખી આરોપીઓને શંકાનો લાભ આપવામાં આવ્યો હતો.

કેસની વિગતો જોઈએ તો વર્ષ 2017માં મોરબીમાં મુસ્તાક મીર પર ફાયરિંગ કરી હત્યા કરવા મામલે આરોપી હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજા અને પલ્લવભાઈ હર્ષદભાઈ રાવલ વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો જે અંગેનો કેસ મોરબી પ્રિન્સિપાલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા તમામ ચાર આરોપીઓને શંકનો લાભ આપી છોડી મુકવા આદેશ કરાયો હતો.

- text

આ ચકચારી કેસ અંગે બચાવપક્ષના એડવોકેટ ભગિરથસિંહ ડોડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર કેસમાં બચાવપક્ષે આઠ કલાક મોડી ફરિયાદ નોંધાઇ હોવા ઉપરાંત બેલેસ્ટિક એક્સપર્ટના રિપોર્ટ સહિતની બાબતે દલીલો કરી નામદાર કોર્ટના જજમેન્ટ જોડવામાં આવતા મોરબી પ્રિન્સિપાલ સેશન્સ જજ દ્વારા ચારેય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા ચુકાદો આપ્યો હતો.

- text