- text
મોરબી : મોરબીના સરડવા પરિવાર દ્વારા સ્વર્ગસ્થ માતાના મોક્ષાર્થે આજે રાત્રે ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.
ગત તારીખ 25 મેના રોજ રંભાબેન મગનભાઈ સરડવાનું અવસાન થયું હતું. તેમના પુત્રો જગદીશભાઈ સરડવા, કાનજીભાઈ સરડવા અને દિનેશભાઈ સરડવા દ્વારા આજે રાત્રે 9 કલાકે મોરબીના ઉમિયા સર્કલ, કેનાલ રોડ પરના પ્રમુખ બંગ્લોઝ ખાતે બજરંગ મંડળની ધૂનનું આયોજન કરાયું છે. સગા-સ્નેહીઓ તથા ધૂમ પ્રેમી લોકોને આ ધૂનમાં હાજરી આપવા જણાવાયું છે.
- text
- text