રાજકોટ ગેમઝોન આગ : મુખ્ય આરોપી પ્રકાશ હિરણનું પણ મોત, DNA માતા સાથે મેચ થયા

- text


છેલ્લે બનાવ વખતે જોવા મળ્યા બાદ 2 દિવસથી ગુમ હોવાથી પરિવારે પોલીસમાં કરી હતી અરજી

મોરબી : રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડના મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અગ્નિકાંડના મુખ્ય આરોપી એવા પ્રકાશ હિરણનું પણ આગમાં મોત થયાનું સામે આવ્યું છે.

અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ હિરણ છેલ્લે બનાવ વખતે જોવા મળ્યા હતા. ત્યારથી તેઓ ગુમ હોય પરિવારે ગુમ થયાની અરજી આપી હતી. જેને પગલે તેઓનું પણ મોત થયાની શકયતાને કારણે માતાના ડીએનએ સેમ્પલ લેવામાં અવ્યા હતા અને ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યાં હતા. જ્યાં કાટમાળમાંથી મળેલા મૃતદેહ સાથે પ્રકાશ હિરણના પરિવારજનના ડીએનએ મેચ થતા અગ્નિકાંડમાં પ્રકાશ હિરણનું પણ મોત થયાની પુષ્ટિ થઇ છે.

- text

બીજી તરફ આજે આરોપી ધવલ ઠક્કરને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.પી. ઠાકરની કોર્ટમાં હાજર કરાયો હતો, જ્યાં કોર્ટે તેના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

- text