- text
રાજકોટ: રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ટીઆરપી ગેમઝોન આગનાં બનાવમાં ગુમ થયેલા અથવા જેમની હજુ ઓળખ થઇ શકી નથી તેવા લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે અને મૃતકો અને હજુ જે પરિવારનો તેમના સ્વજનનાં મૃતદેહ મળ્યા નથી તેમને મદદ કરવાની જાહેરાત કરી છે.
આ પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસનાં નેતા અતુલ રાજાણી, કોંગ્રેસના સિનિયર આગેવાનો કૃષ્ણદતભાઇ રાવલ, સંજયભાઈ લાખાણી, ગજેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ લોકસભાના ઉમેદવાર અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા દ્વારા આ પત્રકાર પરિષદનું સંબોધન કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગેમ ઝોનમાંથી ગુમ થયેલા અને રાજકોટ, સૌરાષ્ટ્ર કે ગુજરાતના રાજકોટમાં ગેમઝોનની આગની લપેટમાં મૃત્યુ પામનાર કેટલાક વ્યક્તિઓની ઓળખ થઈ છે પરંતુ હજુ સુધી ઘણા ખરા મૃતદેહોની ઓળખ પણ થઈ નથી એટલે કે હજુ સુધી ગુમ છે. તેઓના પરિવારને મદદરુપ બનવા હેલ્પલાઇન નંબર 99799 00100 જાહેર કરવામાં આવ્યો છે. આ પત્રકાર પરિષદમાં (પ્રમુખ અતુલ રાજાણી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ) રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિને આ નંબર પર સરકાર દ્વારા થતી મુશ્કેલી પરેશાની કે હાડમારી અંગેની વિગતો મોકલી આપવા અપીલ કરવામાં આવી છે. અને કહ્યું છે કે , કોંગ્રેસ સમિતિ મદદકર્તા બનશે.
- text
આ દરમ્યાન પરેશભાઈ ધાનાણી જણાવ્યું કે, ઘટનાને આપણે સૌ સાક્ષી છીએ. રાજકોટના હૃદય સમાન વિસ્તારમાં આગની ઘટના કેટલાય જીવન બુજાવી દીધા છે. સત્તાવાર 28 વ્યક્તિ મરણ થયા છે તેવું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. બનાવના દિવસે કોંગ્રેસના આગેવાનો સવારના 5 કલાક સુધી સતત હોસ્પિટલો ઉપર પીડિત પરિવારોને શક્ય એટલી મદદરૂપ બન્યા હતા. તમને વધુમાં કહ્યું કે, હૃદય થીજી જાય એવા દ્રશ્યોના તાજનો સાક્ષી હું પણ છું સરકાર દ્વારા સત્યને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ટ્રીનીટ્રી હોસ્પિટલમાં મૃતદેહ સૌપ્રથમ પહોંચાડવામાં આવ્યા હતા. ગેમ ઝોનની કામગીરી ચાલુ હતી ત્યારે કાટમાળ નીચે દબાયેલા સળગેલા હતા. અનેક ની લાશો જેનો અતો પતો નથી. બનાવના બીજા દિવસે તારીખ 26 ના રોજ પણ કેટલીક વ્યક્તિઓના માનવ અવશેષો પ્રાપ્ત થયા હતા.
પરેશભાઈ ધાનાણી આગળ કહ્યું કે, બપોરે બીજી શિફ્ટમાં પણ મૃતદેહો અવશેષો પ્રાપ્ત થયા હતાં અંદાજે 44 જેટલા સબ હોવાનું જાણવા મળ્યું છે. ગુમ થયેલા આંકડામાં વિસંગતતા છે. સિવિલ હોસ્પિટલમાં કેટલાયના પીએમ કર્યા આજે પ્રસિદ્ધ થયા નથી. શિબિલ સર્જન, કલેકટર, કલેક્ટર પોલીસ કમિશનર તરફ ખો આપે છે. અને દરેકના આંકડાઓ જુદા-જુદા હોય અને દરેકના આંકડામાં વિસંગતતા જોવા મળે છે પોસ્ટમોર્ટમ પછી પણ સાચો આંકડો સિવિલ સર્જન છુપાવતા હોય તેવું સ્પષ્ટ જણાય છે.
- text