Rajkot TRP Game zone fire: આરોપી ધવલ ઠક્કરની બનાસકાંઠા LCBએ કરી ધરપકડ 

- text


રાજકોટ: રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં આરોપી ધવલ ઠક્કરની બનાસકાંઠા એલ.સી.બીએ આબુ રોડ પરથી ધરપકડ કરી છે. ધવલ ઠક્કર રાજસ્થાનમાં પોતાનાં સંબંધીને ત્યાં છૂપાયો હોવાની બાતમી મળી હતી. આ બાતમીનાં આધારે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડના 3 આરોપી યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને નીતિન જૈનના 14 દિવસના રિમાન્ડ મંજુર થઈ ગયા છે.

- text

નોંધનીય છે કે, આ ગોઝારા અગ્નિકાંડમાં 30થી વધુ લોકોના ભોગ લેવાયા છે. જેમાંથી 11 મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. અન્ય મતૃકોનાં DNA ટેસ્ટનાં રિપોર્ટ આજે આવી જશે.

- text