હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા નેશનલ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડેની ઉજવણી કરાઈ 

- text


મોરબી : હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મહેન્દ્રનગર દ્વારા નેશનલ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ભુમિકાબેન કલસારીયા, ડો. આદર્શ કડીવાર, ડો. જીગીષા દસાડિયા, આરોગ્ય કાર્યકર જસુબેન પાતરિયા, બિનલબેન સાગધરા અને ભવદીપભાઈ વ્યાસ તથા મહેન્દ્રનગર ગામના તમામ આશા વર્કર બહેનોએ હાજર રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં ગામની કિશોરીઓને મેન્સ્ટ્રુઅલ સાઇકલ દરમ્યાન શું-શું કાળજી રાખવી જોઈએ તથા પીરિયડ દરમ્યાન કિશોરીઓને પડતી તકલીફો વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, વિવિધ એક્ટિવિટી તથા રંગોળી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

- text