રવાપર રોડ પરની વ્રજ વાટીકા સોસાયટીમાં બાંધકામનો ખાડા બુરવા કલેક્ટરને અરજી

- text


મોરબી: મોરબીના રવાપર રોડ પર આવેલી વ્રજ વાટીકા સોસાયટીના રહીશે દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરીને ગેરકાયદેસર બાંધકામ કરવા ખોદવામાં આવેલા ખાડાનું બુરાણ કરાવવા લેખિત રજૂઆત કરી છે.

- text

વ્રજ વાટીકા સોસાયટીના રહીશ પ્રવિણભાઈ દાવાએ કલેક્ટરને લેખિત અરજીમાં જણાવ્યું છે કે, વ્રજ વાટીકા સોસાયટીમાં ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવતું હોય ગત 7 ડિસેમ્બર 2023ના રોજ પાલિકા દ્વારા આ બાંધકામની પરવાનગી રદ કરવામાં આવી હતી. જો કે, બાંધકામ માટે કરવામાં આવેલા ખાડાનું બુરાણ કરવામાં આવ્યું નથી. આ અંગે સોસાયટીના રહીશોએ વારંવાર પાલિકા, કલેક્ટર ઓફિસમાં અરજી આપવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી કોઈપણ જાતના ખાડાનું બુરાણ કરવા અંગે પગલાં લેવામાં આવ્યા નથી. સાથે જ આ બાંધકામ કરનાર બિલ્ડર અને અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાનો પણ રહીશોએ આરોપ લગાવ્યો છે અને તંત્ર શું કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે કેમ તે અંગે સવાલ ઉઠાવ્યો છે. જો આ ખાડાના કારણે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની થશે તો તેના માટે તંત્ર જવાબદાર રહેશે તેમ પણ કલેક્ટરને જણાવાયું છે.

- text