મોરબીમાં ફાયર NOC અને BU નહિ હોય તેવી ઇમારતો સિલ મારી દેવાશે, વીજ કનેકશન પણ કટ કરાશે

- text


હોસ્પિટલ, કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષ, હાઇરાઈઝ બિલ્ડિંગ, સિનેમા હોલ, સ્કુલ -કોલેજો અને ધાર્મિક સ્થળોમાં હાથ ધરાશે ચેકીંગ

ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં કમિટી રચાઇ, આખા શહેરમાં ૧૮ જૂન સુધી ચલાવાશે ચેકીંગ ઝુંબેશ : ગાંધીનગરથી કડક કાર્યવાહીના આદેશો છુટતા તંત્ર હરકતમાં

મોરબી : રાજકોટની ગેમઝોન દુર્ઘટનાને પગલે ગાંધીનગરથી કાર્યવાહીના આદેશો છૂટતા અત્યાર સુધી આંખ મિચામણા કરતું તંત્ર હવે ફાયર સેફટીને લઈને તૂટી પડવાનું છે. આ માટે ખાસ કમિટી બની છે. જે શહેરભરમાં ચેકીંગ કરીને NOC અને BU ન હોય તેવી મિલકતો સિલ કરી દેશે.

રાજકોટ ઝોનની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર સ્વનિલ ખરેના આદેશથી મોરબીમાં ચીફ ઓફિસર ઓફિસરના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના થઈ છે. જેમાં સભ્ય તરીકે ફાયર ઓફિસર, મ્યુનીસીપલ ઇજનેર, વીજ વિતરણ કંપનીના અધિકારી, મહેસુલી અધીકારી, સિટીના પોલીસ અધીકારી, સ્ટ્રકચરલ/ મીકેનીકલ એન્જીનીયર સામેલ રહેશે.

- text

આ કમિટી હોસ્પિટલોમાં ૨૮મેથી ૩૧મે સુધી, ટ્યુશન કલાસીસોમા ૧ જુનથી ૩ જૂન સુધી, મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષમાં ૪ જૂનથી ૬ જૂન સુધી, હાઇરાઈઝ બિલ્ડિંગોમાં ૭ જૂનથી ૯ જૂન સુધી, સિનેમા હોલોમાં ૧૦ જૂનથી ૧૧ જૂન સુધી, સ્કુલ -કોલેજોમાં ૧૨ જૂન થી ૧૪ જૂન સુધી, ધાર્મિક સ્થળોમાં ૧૫ જૂનથી ૧૬ જૂન સુધી પબ્લિક પ્લેસ જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં ૧૭ જુનથી ૧૮ જૂન સુધી ચેકીંગ ઝુંબેશ ચલાવશે.

શહેરમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડિંગ, ટ્યુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, હાઇરાઈઝ બિલ્ડિંગ, સિનેમાં હોલ, ધાર્મિક સ્થળ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ, તથા જયા પબ્લિક ભેગી થતી હોય તે સ્થળે ફાયર NOC અને BU પરમિશનની ચકાસણી કરશે. જો આ પરમિશન નહિ હોય તો મિલકતોને સિલ કરી દેવામાં આવશે સાથે તેનું વીજળીનું કનેક્શન કાપી નાખવામાં આવશે.

 

- text