ટીઆરપી ગેમઝોન આગકાંડ: ટાઉનપ્લાનીંગ શાખાનાં ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ  

- text


 

રાજકોટ : રાજકોટમાં શુક્રવારના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટનામાં રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાએ જવાબદાર સંબધિત વિભાગનાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટાઉનપ્લાનીંગ શાખામાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા જયદીપ ચૌધરી, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ ડી.જોશી, તેમજ શહેરના નાયબ કાર્યપાલક ઈજનેર (સી), વર્ગ-2 શહેર વિભાગમાં ફરજ બજાવતા એમ.આર.સુમાને તાત્કાલિક અસરથી સોંપવામાં આવેલ ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

નોંધનિય છે કે, સયાજી હોટલ પાસે આવેલ ટી.આર.પી. ગેમ ઝોનમાં આકસ્મિક રીતે આગ લાગતા મોટા પ્રમાણમાં જાનહાની થઈ હતી જે ખૂબ જ ગંભીર બાબત છે. ત્યારે આ ગેમઝોનને લાયસન્સ આપવામાં ગંભીર બેદરકારી દાખવનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા ગંભીર બેદરકારી દાખવનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા હુકમ કર્યો છે.

- text

- text