TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે બેદરકારી બદલ 6 અધિકારીઓ સસ્પેન્ડ

- text


રાજકોટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ગેમઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઇને જાત નિરીક્ષણ કર્યું હતું અને આ અતિગંભીર ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની સુચનાઓ આપી હતી. રાજ્ય સરકારે 6 અધિકારીઓની તાત્કાલિક અસરથી ફરજમોકુફી (સસ્પેન્શન)ના આદેશો કર્યા છે.

રાજકોટમાં TRP ગેમઝોન આગ દુર્ઘટના સંદર્ભે, આ ગેમઝોન જરૂરી મંજુરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલીસ, મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના 6 અધિકારીઓની જવાબદારી નિયત કરીને તેમની સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, નાયક કાર્યપાલક ઈજનેર એમ.આર. સુમા, ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર.પટેલ અને પીઆઈ એન.આઈ. રાઠોડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

- text

આ અગાઉ, રાજ્યમાં તમામ ગેમ ઝોનની તપાસણી કરવા તેમજ ફાયર સેફ્ટી પરમિશન વિના ચાલતા ગેમઝોન બંધ કરાવવા રાજ્યના પોલીસ મહાનિદેશકે પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકોને સૂચના આપી હતી.
આ કાર્યવાહી મહાનગપાલિકાઓ તથા નગરપાલિકાઓના ફાયર ઓફિસર અને સ્થાનિક તંત્રના સંકલનમાં રહીને કરવા પોલીસ મહાનિદેશક દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text