TRP game zone fire accident: RMCના ફાયર સ્ટેશન ઓફિસર સસ્પેન્ડ

- text


રાજકોટ : રાજકોટ TRP ગેમ ઝોન આગ દુર્ઘટના મામલે વધુ એક જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તપાસ બાદ ગંભીર બેદરકારી જણાતા રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસિઝના સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને સસ્પેન્‍ડ કરવામાં આવ્યા છે. આમ, ગેમ ઝોન આગ દુર્ઘટનામાં કૂલ 7 સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરી દેવાયા છે.

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ જણાવાયું છે કે, મનપાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિઝ શાખામાં ફરજ બજાવતા રોહિત વિગોરાને કાલાવડ રોડ ફાયર સ્ટેશનના વિસ્તારમાં ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝને લગતી સુપરવિઝનની કામગીરી તથા ફાયર એનઓસી અંતર્ગત સ્થળ તપાસ અંગેની કામગીરી સોંપવામાં આવી છે. ટીઆરપી મોલ ખાતે બનાવવામાં આવેલ સ્ટ્રક્ચર અંગે ફાયર એનઓસી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખામાંથી લેવામાં આવેલ ન હોવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે ફાયર એનઓસી વગરના આ સ્ટ્રક્ચર સામે લાંબા સમયથી કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું જણાયું છે. આ અંગેની જવાબદારી સ્ટેશન ઓફિસર કક્ષાના અધિકારીની હોય જે ફરજના ભાગરૂપે બેદરકારી સ્પષ્ટ જણાય છે. જેથી સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે

- text

- text