MRP છાપવા માટેની મહત્તમ સીમા નક્કી કરવા મોરબી ABGPની કેન્દ્ર સરકારમાં રજૂઆત

- text


મોરબી : અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના મોરબી જિલ્લાના સભ્યો દ્વારા કોઈપણ વસ્તુની MRP છાપવા માટે મહત્તમ સીમા નિર્ધારિત કરતો નિયમ બનાવવા કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને વિતરણ મંત્રાલયમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મોરબી અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના જયંતીભાઈ રાજકોટિયા, મેહુલભાઈ ગાંભવા, રમેશભાઈ અઘારા, મહેશભાઈ જાની, અમિતભાઈ ગામી, રાજુભાઈ કામારિયા તથા નિલેશભાઈ બારૈયા દ્વારા આજરોજ મોરબી જિલ્લા કલેક્ટરના માધ્યમથી કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને વિતરણ મંત્રાલયને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે, સંગઠન દ્વારા MRP મુદ્દે આંતરિક રૂપથી ચર્ચા કરવામાં આવી છે. MRPની શરૂઆત એક સકારાત્મક પગલું છે, પરંતુ કાયદો આ બાબતે કોઈ દિશાનિર્દેશ આપતો નથી કે MRP કેવી રીતે નક્કી કરવામાં આવે છે. વર્તમાનમાં નિર્માતાઓ એ અનુમાન લગાવી શકતી નથી કે, તેમના ઉત્પાદન માટે કેટલું MRP ઉચિત રહેશે. MRP અપારદર્શક છે અને ઉપભોક્તાઓને MRPની સંરચના અંગે કોઈ જાણકારી નથી.

- text

ગ્રાહકોના હિતો માટે ABGP દ્વારા માંગ કરવામાં આવી છે કે, MRP સંરચના નિષ્પક્ષ, પારદર્શી અને સરળતાથી સમજાય તેવી હોવી જોઈએ. એટલા માટે એ.બી.જી.પી. દ્વારા આ પત્રના માધ્યમથી સરકાર સમક્ષ MRP છાપવા માટે અધિકતમ સીમા નિર્ધારિત કરતા નિયમ/ અધિનિયમ / વિધાન / અંગે આદેશ લાવવામાં આવે.

- text