એલ.ઈ. કોલેજ ઘુંટુ ખાતે 3 જૂને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

- text


સેમિનારમાં ધોરણ 10/ ITI પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં એડમિશન તથા વિદ્યાર્થીઓ/વાલીઓનાં મુંજવતા પ્રશ્ર્નો અંગે માહિતી અપાશે

મોરબી : એલ. ઈ. કોલેજ(ડિપ્લોમા) મોરબી દ્વારા તા.3/6/2024ના રોજ સવારે 11:30 કલાકે ‘કારકિર્દી માર્ગદર્શન સેમિનાર’નું આયોજન ITI કેમ્પસની બાજુમા, મહેંદ્રનગર પાણીની ટાંકી સામે, ઘુંટુ રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં કોલેજનાં એડમિશન વિભાગના નિષ્ણાંતો દ્વારા જુદી જુદી ડિપ્લોમાની શાખાઓની માહિતી, ધોરણ 10 પછી અને ITI અભ્યાસ પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં કઈ રીતે એડમિશન મળી શકે અને તે માટે કરવી પડતી ઓનલાઈન પ્રક્રીયા તથા વાલીઓનાં મુંજવતા પ્રશ્ર્નો અંગે માહિતી આપવામાં આવશે.

- text

જેથી ધોરણ 10નો અભ્યાસક્રમ પુર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને કારકિર્દી માર્ગદર્શન સેમિનારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમનો વધુ ને વધુ લાભ લેવા એલ.ઈ. કોલેજ(ડિપ્લોમા)ના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

- text