વી-માર્ટમાં ફાયર સેફટી જ ન હોવાનો તપાસમાં ધડાકો 

- text


મોરબીમાં વધુ ત્રણ ગેમઝોન બંધ કરાવતું વહીવટી તંત્ર 

મોરબી રાજકોટની દુર્ઘટના બાદ મોરબી જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક બે ટીમોની રચના કરી મોલ સિનેમા અને ગેમઝોનમાં તપાસ કરતા યોગાટા, ચીલ એન્ડ થ્રિલ અને લેવલઅપ ગેમઝોન બંધ કરાવ્યા બાદ પાપાજી ફનવર્ડ, કામધેનુ પાર્ટી પ્લોટ અને દેવ ફનવર્ડને બંધ કરવા આદેશ આપ્યાનું અને ફાયર એનસોસી બાદ જ ચાલુ કરવા કડક સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ અગ્નિકાંડ બાદ મોરબી જિલ્લા કલેકટર દ્વારા 6-6 અધિકારીઓની બે અલગ અલગ ટીમને મલ્ટી પ્લેક્સ, સિનેમા ઘર, મોલ અને ગેમઝોનમાં તપાસ માટે દોડાવતા આ ટીમોની તપાસમાં મોરબીના મોટાભાગના સિનેમાઘરમાં ફાયરસેફટીની વ્યવસ્થા હોવાનું સામે આવ્યું હતું જયારે વિજય ટોકીઝ, સુપર અને ચિત્રકૂટ સિનેમા ઘર બંધ હોવાનું તેમજ મોરબીના વી માર્ટમાં ફાયર એનઓસી ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. દરમિયાન આઉટડોર એક્ટિવિટી જેવા પાપાજી ફનવર્ડ, કામધેનુ પાર્ટી પ્લોટ અને દેવ ફનવર્ડમાં ફાયર એનઓસી ન હોય હાલ તમામને એનઓસી ન મળે ત્યાં સુધી બંધ કરાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

- text

 

- text