હળવદ: પાણીના ખાલી ટાંકામાં ફસાયેલી ગાયને બચાવી લેવાઇ

- text


હળવદ : આજરોજ હળવદના વિચારી વિસ્તાર પાસે આવેલા પ્રજાપતિ સમાજના સ્મશાનની પાછળ એક પાણીના ખાલી ટાંકામાં ગાય ફસાઈ જતા તેનું સફળ રેસ્કયુ કરવામાં આવ્યું છે.

ગાય ટાંકામાં ફસાઇ હોવાની જાણ મોહનભાઈ ભરવાડને થતા તેમણે ગૌસેવા ગ્રુપમાં આ અંગે જાણ કરતા ગૌસેવકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગણતરીની મિનિટોમાં માણસો દ્વારા જ આ રેસક્યુ કરવામાં આવ્યું છે.

આ સેવાકાર્યમાં કાળઝાળ ગરમીમા ગૌસેવક મોહનભાઈ ભરવાડ, ઉમેશભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ ભરવાડ, જયેશભાઈ લામકા, જામાંભાઈ મુંધવા, મિતેશભાઈ નાયક, લતિફભાઈ અને તપન દવે જોડાયા હતા

- text

- text