મોરબીના નાગડાવાસ નજીક ઝેરી કદડો ઠાલવવા આવેલ બોલેરો ચાલક ઝડપાયો 

- text


જીપીસીબીને જાણ કરાતા અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યા : મોરબીના ભરતનગરથી કેમિકલ કદડો ભર્યાનું ખુલ્યું

મોરબી : મોરબીમાં કોલગેસ પ્લાન્ટ બંધ થયા બાદ પણ હજુ ઝેરી કેમિકલ યુક્ત કદડા ઠાલવવાના કારસ્તાન ચાલી રહ્યા છે ત્યારે તાજેતરમાં ઘુંટુ નજીક આવો જ કદડો ઠાલવવા આવેલ ટેન્કર ચાલકને ઝડપી લેવામાં આવ્યા બાદ આજે સોમવારે મોરબી -માળીયા મિયાણા હાઇવે પર આવેલ નવા નાગડાવાસની સીમમાં એક બોલેરો ચાલક ઝેરી કેમિકલ વેસ્ટ ભરેલા ટીપણાં ઠાલાવતો હતો ત્યારે ગ્રામજનોને જાણ થતા તેઓ ત્યાં દોડી જઇ બોલેરો ચાલકને ઝડપી પ્રદુષણ બોર્ડ ને જાણ કરી હતી, પ્રદુષણ બોર્ડના અધિકરીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂકરી છે

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – માળીયા હાઇવે પર આવેલ નવા નાગડાવાસ ગામની સીમમાં આજે સોમવારે સવારે GJ-14-Z-5088 નંબરની બોલેરો ગાડીનો ચાલક બોલેરોમાં ઝેરી કેમિકલ વેસ્ટ ભરેલા બેરલ ઠાલાવતો હતો ત્યારે ગ્રામજનોને આ અંગેની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બોલેરો ચાલકને ઝડપી અને ક્યાંથી ભરી આવ્યો સહિતના માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ બોલેરો ચાલકે કોઈ પણ જાતનો જવાબ ન આપતા ગ્રામજનોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને જાણ કરી હતી. જેને પગેલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી મહેન્દ્ર સોની સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે, વધુમાં આ કેમિકલ ભરતનગર નજીકથી બોલેરોમાં ભરી લાવવામાં આવ્યું હોવાનું બોલેરો ચાલકે ગ્રામજનો સમક્ષ કબુલ્યાનું જાણવા મળે છે.

- text

- text