લિફ્ટ આપતા પહેલા ચેતજો ! મોરબીના ઘૂંટુ નજીક યુવાન લૂંટાયો

- text


મોરબી આવવું છે કહી બાઈક પાછળ બેસી અન્ય બે લૂંટારુને ફોન કરી બોલાવી લીધા

મોરબી : ભલાઈ નો જમાનો નથી ઉક્તિ મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર કારખાનેથી ઘેર પરત ફરી રહેલા યુવાને એક અજાણ્યા માણસને બાઇકમાં લિફ્ટ આપ્યા બાદ આ શખ્સે અન્ય બે શખ્સને ફોન કરી બોલાવી લઈ બાઇક આંતરી બાઈક, મોબાઈલ અને રોકડ સહિત રૂપિયા 26,200ની લૂંટ કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સો ઓરડી નજીક જુના શોભેશ્વર રોડ ઉપર રહેતા અને ઉંચી માંડલ નજીક ઇવાલોક સિરામિક ફેકટરીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા ફરિયાદી હિતેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા ઉ.44 ગત તા.14ના રોજ પોતાનું બાઈક લઈ કારખાનેથી પરત ફરતા હતા ત્યારે રસ્તામાં એક અજાણ્યા માણસે મોરબી આવવું છે કહી લિફ્ટ માંગતા હિતેન્દ્રસિંહ આ અજાણ્યા ઇસમને સાથે બેસાડ્યો હતો.

જો કે, બાદમાં બાઈક આગળ ચાલતા જ આ અજાણ્યા શખ્સે કોઈ વ્યક્તિને ફોન કરી આગળ આવવા કહ્યું હતું અને બાઈક જ્યારે જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સીરામિક પાસે પહોચતા બાઈક પાછળ બેઠેલા હરેશ અને રવિ તેમજ અજય નામના શખ્સોએ હિતેન્દ્રસિંહનું બાઈક ઉભું રાખવી ખિસ્સામાં રહેલા રોકડા રૂપીયા 1200, મોબાઈલ ફોન અને રૂપિયા 20 હજારનું બાઈક લૂંટી મારકુટ કરી નાસી ગયા હતા. બનાવ અંગે હાલમાં મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text