રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને BAPS સંસ્થાએ પાઠવી શ્રદ્ધાંજલિ 

- text


રાજકોટ : રાજકોટ ખાતે TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. કેટલાક નાના બાળકો અને યુવાનો અકાળે અવસાન પામ્યા છે. ત્યારે આ મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી પ્રાર્થના કરવામાં આવી છે.

BAPS સંસ્થાના મહંત સ્વામી મહારાજે જણાવ્યું છે કે, આ કરુણ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના દિવ્ય આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેમજ તેમના પરિવારજનોને આ અસહ્ય આઘાતને સહન કરવાની હિંમત મળે તે માટે ભગવાન સ્વામીનારાયણ, સર્વે અવતારો, સર્વે સંતો અને ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી છે.

આ સાથે જ સમગ્ર BAPS સંસ્થાના તમામ મંદિરોમાં સંતો અને હરિભક્તો દ્વારા ધૂન-પ્રાર્થના કરવામાં આવશે. ત્યારે આ સંકટ સમયે બધાને ધીરજ રહે અને હિંમત રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે જાગૃત રહેવા જણાવ્યું છે.

- text

- text