ટંકારાના નસીતપર જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી

- text


ટંકારા : તાલુકાના નસીતપર ગામે સેવા સહકારી મંડળીની સભામાં મંડળીના પ્રમુખ, ઉપપ્રમુખ તથા વ્યવસ્થાપક કમિટી સભ્યોની બિન હરીફ વરણી કરવામાં આવી છે.

મંડળીના પ્રમુખ પદે અગાઉની ટર્મના ચાલુ પ્રમુખ મનોજભાઈ બેચરભાઈ દેત્રોજાની ફરી પ્રમુખપદે વરણી કરાઈ છે. ઉપપ્રમુખ પદે રાજેશભાઈ બી. કાસુન્દ્રાની વરણી કરવામાં આવી છે. જ્યારે કમિટી મેમ્બર તરીકે નાથુભાઈ કડીવાર, કિરીટભાઈ અંદરપા, રમેશભાઈ કુંડારિયા, મનસુખભાઇ સવસાણી, લખમણભાઈ બરાસરા, આંબાભાઈ વિરસોડીયા, વશરામભાઈ વિરસોડીયા, અવચરભાઈ ગામી, જેમલભાઈ રગિયા, તેજલબેન ભાળજા,પ્રભુભાઇ કોરીંગા, પ્રાણલાલ છત્રોલા, દિલીપભાઈ ઘેટીયાની બિનહરીફ વરણી કરાઈ છે. સભામાં ચૂંટણી વિના જ વરણી કરવામાં આવી હતી.

- text

- text