રાજકોટ ગેમઝોન આગ : NDRFનું સર્ચ ઓપરેશન, માનવ અવશેષો સાથે કડા-વિટી સહિતની વસ્તુઓ મળી

- text


મોરબી : રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા અનેક જિંદગીઓ હોમાઈ ગઈ છે. તેવામાં હવે NDRFની ટિમ હવે મેદાનમાં આવી છે. તેઓએ હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં માનવ અવશેષો સાથે કડા- વિટી સહિતની વસ્તુઓ મળી આવી છે.

રાજકોટના ગેમઝોન ખાતે સર્જાયેલી કરુણ આગ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વયં ઘટનાસ્થળની મુલાકાત લઈ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરતા ઉચ્ચ અધિકારીઓને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપી હતી. ત્યારબાદ બનાવ સ્થળ પર વડોદરા ખાતેથી એનડીઆરએફની ટીમ નં.૬ રાજકોટ આવી પહોંચી હતી.

એનડીઆરએફની ટીમને દુર્ઘટનાગ્રસ્ત ગેમઝોન પરના કાટમાળને હટાવી સર્ચ ઓપરેશન હાથ ધરવા જણાવાયું હતું. ૭ થી ૮ કલાક દરમિયાન ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં એનડીઆરએફના ૫૭ જવાનો જોડાયા હતા અને તમામ કાટમાળ હટાવી રૂબરૂ તેમજ સ્નીફર ડોગ દ્વારા પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

- text

- text