મોતના ગેમઝોનમાં રાજકોટ કલેકટર-કમિશનર પણ ગો-કાર્ટનો ધુમરો મારી આવ્યા હતા 

- text


રાજકોટ : રાજકોટમાં મોતના ગેમઝોન જેવા ટીઆરપી ગેમિંગ ઝોનમાં વર્ષ 2022ના માર્ચ મહિનામાં કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પણ ગો કાર્ટની ચક્કર મારી આવ્યા હોવાનું ટીઆરપી ગેમઝોનના ઇન્સ્ટાગ્રામ પેઈજ ઉપર ફોટો દેખાઈ રહ્યો છે.

ફાયર એનઓસી વગરના મોતના ગેમઝોનમાં શનિવારે આગ લાગતા આ વિકરાળ આગમાં 32 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યાનું બહાર આવ્યું છે ત્યારે રાજકોટના તત્કાલીન કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને પોલીસ વિભાગના અધિકારીઓની ફૌજ પણ ગો કાર્ટની મોજ માણી હતી, આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે શું આ મહાનુભાવોએ પણ અહીંની જોખમી વ્યવસ્થા વિષે પગલાં ભરવા નહીં વિચાર્યું હોય કે પછી સંબંધને દાવે લોકોને મોતના મુખમાં ધકેલવા આંખ મીચામણા કર્યા હતા.

- text

- text