મોરબી પાલિકામાં ગેરકાયદે ભરતી થયાનો કોંગ્રેસ નેતાઓનો આરોપ

- text


કોંગ્રેસ નેતાએ ગંભીર આક્ષેપો કરી કડક કાર્યવાહીની માંગ કરી

મોરબી : મોરબી નગરપાલિકામાં નીતિ નિયમો નેવે મૂકી ગેર કાયદેસર રીતે અને ધારાસભ્યની ભલામણથી કર્મચારીની ભરતી થઈ હોય ભરતી રદ કરી કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ નેતા મહેશ રાજ્યગુરુ અને રમેશભાઈ રબારીએ માંગ કરી છે.

- text

મોરબી શહેર કોંગ્રેસના પૂર્વપ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યું છે કે, મોરબી શહેરની કહેવાતી એ ગ્રેડની નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ મોરબી નગરપાલિકાએ તાજેતરમાં આશરે 8 થી 10 લોકોની ભરતી કરી છે. જેમાં તમામ નિયમ નેવે મૂકીને કોઈની ભલામણથી આ કર્મચારીની ભરતી કરવામાં આવી છે. તેવી નગરપાલિકા સ્ટાફમાંથી માહિતી મળી છે. આમ નગરપાલિકાના વહીવટદાર મારફત કોઈ પણ જાહેરાત કે સરકારની મંજુરી વગર ભરતી કરવામાં આવી રહી છે. ના કોઈ કરાર કે ના કોઈ લાયકાત, ફકત ને ફકત મોરબીના ધારાસભ્યના કહેવાથી આવી ગેરકાયદેસર ભરતી કરી પ્રજાના ટેકસના પૈસાનો ગેરઉપયોગ કરી નગરપાલિકા ઉપર આર્થિક ભારણ નાખવામાં આવી રહ્યું છે તે કેટલી હદે વ્યાજબી છે ? તેવા સવાલો સાથે કોંગ્રેસના નેતાઓએ ગાંધીનગર શહેરી વિકાસ સચિવને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવેલ છે કે, નગરપાલિકામાં ચાલતા ગેરકાયદેસરની ભરતીને બંધ કરી જે લોકોની કોઈ પણ જાહેરાત કે મંજુરી વગર કરવામાં આવેલી ભરતી રદ્દ કરી આ ભરતી કરનાર અઘિકારી અને ભલામણ કરનારની પાસેથી ચૂકવાયેલા પગારની રકમ વ્યાજ સહિત વસૂલ કરી દાખલ રૂપ કાર્યવાહી કરવામાં આવે અને મોરબી માળિયાના ધારાસભ્ય આ બાબતે પોતાનાની પ્રતિક્રિયા આપે અને આવી ગેરકાયદેસર ભરતી કરેલા લોકોને તાત્કાલિક અસરથી છુટ્ટા કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ આગેવાનો દ્વારા કરવામાં આવી છે.

n

- text