કોમનમેન ફોઉન્ડેશને તમાકુ મુક્તિ અભિયાનના પ્રથમ ચરણમાં 83 લોકોને વ્યસન છોડાવ્યુ

- text


પ્રથમ ચરણનો પૂર્ણાહુતિ સમારોહ યોજાયો : વિવિધ સ્પર્ધાઓના વિજેતાનું સન્માન પણ કરાયું 

મોરબી : કોમનમેન ફોઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણેક મહિનાથી તમાકુ મુક્તિ અભિયાન હાથે ધરવામાં આવ્યું હતું. જેમાં આજે પ્રથમ ચરણની પૂર્ણાહુતિ સમારંભ સંસ્કાર બ્લડ બેંકના સેમિનાર હોલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓના વિજેતાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 83 જેટલા લોકો એ વ્યસન છોડ્યું હતું અને અભિયાનને સફળ બનાવ્યું હતું.

કોમનમેન ફોઉન્ડેશન દ્વારા તમાકુ મુક્તિ અભિયાનના પ્રથમ ચરણ પુર્ણાહુતી સમારંભની શરૂઆત રાજકોટ ખાતે બનેલી દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે કાર્યક્રમમાં તમાકુ છોડ્યું હતું એ લોકોએ તમાકુ અને ગુટકાના પેકેટસને કુંડમાં હોમી દીધા હતા. આ સાથે ર્ડો. નિશિથ પટેલ દ્વારા પ્રેસનટેશન દ્વારા તમાકુ મુક્તિ પર પ્રકાશ પાડ્યો હતો. વક્તૃત્વ, રિલ અને પાવર પોઇન્ટ પ્રેશનટેશનની સ્પર્ધાઓના વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે વિજેતાએ પોતાની કૃતિઓ પણ રજુ કરી હતી. જેટલાં લોકો વ્યસન છોડ્યું હતું એ બધાને એક બેચ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનું સફળ સંચાલન રવિન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમમાં નકલંગ ધામના દામજી ભગત, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ડો. સતીશ પટેલ , દુર્લભજીભાઈ રંગપરીયા, ડો. જયંતીભાઈ ભાડેસીયા, ડો.વિજયભાઈ ગઢીયા દ્વારા પ્રાસંગિક ઉદબોદ્ધન કર્યું હતું. આ ઉપરાંત મનુભાઈ કૈલા, દિનેશભાઇ વડસોલા , અરવિંદભાઈ વાંસદડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શ્રોતાજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text