રાજકોટ ગેમઝોનમાં મહેંદી સુકાય તે પહેલાં જ અમેરિકાથી આવેલ નવવધૂ અને વરરાજાનું મૃત્યુ

- text


અઠવાડિયા આગાઉ જ લગ્ન થયા હતા

રાજકોટ : રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 32 નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે અનેક પરિવારો વેર વિખેર થઈ ગયા છે ત્યારે આ મોતના ગેમઝોનમાં અમેરિકાથી આવેલા અને હજુ અઠવાડિયા પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલા દંપતીનું આગ દુર્ઘટનામાં મોત થયું છે.

- text

ગઈકાલે ગેમઝોનમાં લાગેલી આગમાં અમેરિકાથી આવેલા અક્ષય ઢોલરિયા અને ખ્યાતિ ઢોલરિયાનું અકાળે મોત થયું છે. પતિ-પત્નીના મોતથી પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાઈ ગોય છે. કેમ કે તેઓ હજું થોડા દિવસ પહેલા જ અમેરિકાથી અહીંયા આવ્યા હતા અને માત્ર અઠવાડિયા પહેલા અક્ષય અને ખ્યાતિ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. લગ્ન જીવનની શરૂઆત થતાં જ તેમના જીવનમાં કાળચક્ર ફરી ગયું અને બન્ને સજોડે આ દુનિયામાંથી ચાલ્યા ગયા. અક્ષય અને ખ્યાતિના લગ્નને હજુ અઠવાડિયા જેટલો જ સમય થયો છે. ત્યાં જ બન્નેનું મૃત્યુ થતાં પરિવારજનો કલ્પાતમાં ડૂબી ગયા છે.

- text