ટંકારામા કેબિન પાછળ લઘુશંકા કરવાની ના પાડતા ધારીયા – ધોકા વડે હુમલો

- text


સામાપક્ષે પણ પાઇપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

ટંકારા : ટંકારા શહેરમાં લતીપર ચોકડી નજીક કેબિન પાછળ લઘુશંકા કરવાની ના પડવા બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ ધારીયા વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે, સમાપક્ષે પણ પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવ્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામો ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text

ટંકારાની લતીપર ચોકડીએ કેબિન પાછળ લઘુ શંકા કરનાર આરોપી અરજણ ટપુભાઈ ઝાપડાને ફરિયાદી રાજ ગોપાલભાઈ ઝાપડાએ ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી અરજણ ટપુ ઝાપડા, માત્રા ટપુભાઈ ઝાપડા અને સંજય રાણાભાઈ ઝાપડા રહે.ટંકારા વાળાએ હાથમાં રહેલા ધારીયા વડે રાજ ઉપર હુમલો કરી સાહેદ વિજયને ધોકો મારી દેતા રાજ ઝાપડાએ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામાપક્ષે અરજણ ટપુ ઝાપડાએ આરોપી રાજ ગોપાલભાઈ ઝાપડા, વિજય નારણભાઇ ઝાપડા અને કનું ઘોઘાભાઈ ઝાપડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીની કેબિન પાછળ લઘુશંકા કરવા જતાં ગાળો આપી લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text