રાજકોટ આગ દુર્ઘટનામાં કસૂરવાર સામે કડક પગલા લેવા જોઈએ : વજુભાઈ વાળા

- text


મોરબી : રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં બનેલી આગ દુર્ઘટનામાં અત્યાર સુધી 24 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના અંગે કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળાએ દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે તેઓએ કસૂરવાર સામે કડક પગલા લેવા પણ જણાવ્યું છે.

- text

તેઓએ જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં ગંભીર ગણાય તેવી આ ઘટનાને હું વખોડી કાઢું છું જ્યાં ક્યાંય કોઈ પણ પ્રકારની ભૂલ કરનારા લોકો અને સંચાલકો જે ગંભીરતાથી આ ફાયર એનઓસી વગર ગેમ ઝોન ચલાવી રહ્યા છે તેમની સામે પણ પગલાં ભરવા હું પણ રજૂઆત કરીશ અને આ મૃતક બાળકોને અને તેમના ઘરના સૌ સભ્યોને મારી હદયથી સાંત્વના પાઠવું છું અને આ દુઃખદ ઘડીએ રાજકોટના નાગરિક તરીકે આ ગંભીર ઘટનાની હું પણ ગંભીર નોંધ લઈ અને લાગતા વળગતા તમામ સામે કાર્યવાહી કરી અને ભવિષ્યમાં આવો બનાવ ન બને તેની ગંભીરતા લઇ અને મૃતક પરિવારોજનોને સાંત્વના પાઠવું છું.

- text