રાજકોટ ગેમઝોન આગ : તમામ મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટ કરવા સેમ્પલ લેવાયા

- text


મૃતકોના પરિવારના પણ સેમ્પલ લેવાનું શરૂ, ડીએનએ મેચિંગને આધારે કયો મૃતદેહ કોનો છે તે જાણી શકાશે 

મોરબી : રાજકોટ ગેમ ઝોન અગ્નિ કાંડમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. તમામ મૃતદેહો ઓળખી ન શકાય એટલી હદે બળી ગયા છે. જેથી હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરૂણ દ્રશ્યો સર્જાયા છે. આ મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવા સેમ્પલ લેવામાં આવ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ પી.એમ. રૂમ ખાતે 27 મૃતદેહો લાવવામાં આવ્યા છે, જેઓના પી.એમ. અર્થે સૌપ્રથમ તેમની ઓળખ થઈ શકે તે માટે ડી.એન.એ. ટેસ્ટ કરાવવાનો હોવાથી તેઓનું સેમ્પલિંગ લેવામાં આવ્યું છે, આ સાથે પી.એમ. માટે જરૂરી પંચનામાની કામગીરી અર્થે ગ્રામ્ય પોલીસ પી.આઈ. ત્રાજિયાની આગેવાનીમાં 10 થી વધુ પોલીસની ટીમ ખડે પગે કામગીરી કરી રહી છે. મૃતકોના સ્વજનોના ડી.એન.એ. મેચ કરવા માટે રાજકોટ સિવિલ પોલીસ ચોકી ખાતે માતા પિતા અથવા ભાઈ બહેન જેવા સ્વજનોના સેમ્પલિંગ લેવાની કામગીરી હાલ ચાલી રહી છે.

- text

હાલ, ફાયરના જવાનો દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગેમઝોનના પહેલા માળેથી તમામ મૃતદેહો બહાર કાઢી દેવામાં આવ્યા છે અને હવે ગેમ ઝોનના બીજા માળે તપાસ કરવામાં આવી રહી છે.

- text