રાજકોટ ગેમ ઝોન આગ : તપાસ માટે SITની રચના, મૃતકોને 4 લાખની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી

- text


મોરબી : રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગમાં હાલ સુધી 24 લોકોના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ મામલે તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે.

આ અંગે મુખ્યમંત્રીએ એક્સ (ટ્વીટર) ઉપર જણાવ્યુ છે કે રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.

- text

- text