રાજકોટ આગ દુર્ઘટના મામલે કસુરવારો સામે કડક પગલા લેવા નરેન્દ્ર મોદીએ આદેશ આપ્યો: ભુપેન્દ્ર પટેલ 

- text


Rajkot: રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 24 નિર્દોષ માણસોએ જીવ ગુમાવ્યા છે ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના એક્સ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં સર્જાયેલી આગની ઘટના સંદર્ભમાં મારી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઘટનાની વિગતો જાણી હતી અને આ અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ આ દુઘર્ટનાની સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે,”

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં બનેલી આગ દુર્ઘટનામાં અત્યાર સુધી 24 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના અંગે કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળાએ દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે તેઓએ કસૂરવાર સામે કડક પગલા લેવા પણ જણાવ્યું છે.

- text

તેઓએ જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં ગંભીર ગણાય તેવી આ ઘટનાને હું વખોડી કાઢું છું જ્યાં ક્યાંય કોઈ પણ પ્રકારની ભૂલ કરનારા લોકો અને સંચાલકો જે ગંભીરતાથી આ ફાયર એનઓસી વગર ગેમ ઝોન ચલાવી રહ્યા છે તેમની સામે પણ પગલાં ભરવા હું પણ રજૂઆત કરીશ અને આ મૃતક બાળકોને અને તેમના ઘરના સૌ સભ્યોને મારી હદયથી સાંત્વના પાઠવું છું અને આ દુઃખદ ઘડીએ રાજકોટના નાગરિક તરીકે આ ગંભીર ઘટનાની હું પણ ગંભીર નોંધ લઈ અને લાગતા વળગતા તમામ સામે કાર્યવાહી કરી અને ભવિષ્યમાં આવો બનાવ ન બને તેની ગંભીરતા લઇ અને મૃતક પરિવારોજનોને સાંત્વના પાઠવું છું.

મહત્વનું એ છે કે, રાજકોટમાં કાલાવડ રોડ ઉપરના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં ૧૨ માસૂમ બાળકો સહિત ૨૪ લોકોના મોત નિપજવાની ઘટના મામલે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, આ ભયાનક દુર્ઘટના મામલે સ્પષ્ટપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ બેદરકારી છે.

- text